એની દરેક યાદ દિલમાં હજી તાજી છે
એ નથી જીવનમાં પણ એની આશ હજી બાકી છે
ખબર છે કે એ અહીં નથી, બિલકુલ નથી
છતાય આસપાસ જ છે એવો આભાસ હજી બાકી છે
એને યાદ કરતા જ આંખો ભીંની થઈ જાય છે
એ આંસુ તો પી લીધા પણ પ્યાસ હજી બાકી છે
લાગતું નથી ફરી ક્યારેય મળી શકીશું
પણ મુલાકાતનો પ્રયાસ હજી બાકી છે
ભલે સમય સંજોગોને આધીન અલગ થઈ ગયા
પણ 'અમે એક છીએ' એવો અહેસાસ હજી બાકી છે
એને હાલ ખબર નથી કે એણે શું ખોયું છે,
એક દિ અહેસાસ થશે વિશ્વાસ હજી બાકી છે...!
Sent from my h.mangukiya