અશ્રુઓ ખર્યા અનરાધાર અંબરનાં
ધરતીના વિરહમાં
હતો એને મૌસમની પહેલી વર્ષા સમજી બેઠી
ગુલિશ્તાના હર ગુલ ખીલી ઉઠયા તારા આગમનથી
હતો એને વસંતનું આગમન સમજી બેઠી
પર્ણ તોડયુ જો વૃક્ષોના શાખે બદનથી
તો ઝાકળ વરસી પડી
હતો એને વૃક્ષોના અશ્રુઓ સમજી બેઠી
મારૃ હૃદય વિસરી બેઠુ ધડકવાનું
તારી યાદમાં
હું તો એને મારા હૃદયની
બેવફાઈ સમજી બેઠી
વાંચ્યું વર્ણન કિતાબોમાં મે
કુદરતની શ્રેષ્ઠ કલાકૃતિનું
તને જોયા પછી તને જ
કુદરતની શ્રેષ્ઠ કલાકૃતિ સમજી બેઠા
Sent from my h.mangukiya