જન્મ થયો ત્યારે મુઠ્ઠી બંધ,
પ્રેમ ક્યાં?
બસ, ઉછેર ખાલી.
સંસ્કાર ક્યાં?
બસ, શિક્ષણ ખાલી.
તથ્ય ક્યાં?
બસ, સંબંધો ખાલી.
અંત ક્યાં?
બસ, કતાર ખાલી.
દ્રષ્ટિ ક્યાં?
બસ, આંખો ખાલી.
લાગણી ક્યાં?
બસ, હૃદય ખાલી.
નિષ્ઠા ક્યાં?
બસ, માયા ખાલી.
અને આજે
જીવન ક્યાં? તમાશો ખાલી!
અને અંતે
બંધ મુઠ્ઠી પણ થઈ ખાલી!
Sent from my h.mangukiya