19/11/2013

તડપન


કેમ મારા હૃદયને તડપાવે છે તું?
હર ઘડી મને કેમ રડાવે છે તું?
નથી મારી જિંદગીમાં પ્રેમ તારો તો,
મુજ પર હક કેમ જતાવે છે તું?
માન્યું કે કિસ્મતની લકીરમાં નથી તું,
તો સપનામાં આવી રોજ સતાવે છે કેમ તું?
દર્દમાં કોઈ દિવસ દિલાસો  ના આપ્યોં તેં,
તો જરૃર પૂરતો મારો ઉપયોગ કરે છે કેમ તું?
તારી ખુશી માટે જ થયો 'પ્રેમ' તારાથી દૂર,
તો હરઘડી મને તડપાવે છે કેમ તું?
પ્રેમ બાબરિયા
Sent from my h.mangukiya