હે પ્રભુ ! હું પામર માનવી છું. જન્મ-મૃત્યુ તારા હાથની વાત છે. મારી બાંય પકડીને મને તૂં ઉગારી લેજે
આ ક્ષણભંગુર માનવ દેહ આપણને મળ્યો તે પહેલાં આપણે અસંખ્ય જન્મો અર્થાત્ ૮૪ લાખ જન્મો ધરી આવ્યા. જેમાં ૨૧ લાખ અંડજ ઇંડામાંથી ઉદ્ભવતા જીવો, ૨૧ લાખ સ્વેદજ પરસેવામાંથી ઉદ્ભવતા જીવો, ૨૧ લાખ ઉદ્બીજ વનસ્પતિઓ અને ૨૧ લાખ જરાયુ અર્થાત્ માતાના ગર્ભમાંથી ઉદ્ભવતા જીવો. પુનઃ ૮૪ લાખ જન્મો ન ધરવા પડે તે માટે આપણને આ માનવ જન્મમાં એક કરોડ અડસઠ લાખ જન્મોની કસર ટાળવાની છે. જે અર્થે આપણા પ્રયત્નોની સાથે પ્રભુકૃપા પ્રાપ્તિની અત્યંત આવશ્યકતા છે.
પ્રભુને આપણે પરમાત્મા, ઈશ્વર, ભગવાન, પરમ પિતા, જગતપિતા આદિ અનેક રીતે સંબોધીએ છીએ. આ લોકના સર્જનહારે દુન્વયી અનેક તત્તવોમાં દિવ્યતાભરી દીધેલ છે. જેનો સદુપયોગ પ્રભુને પ્રસન્ન કરવામાં પ્રભુ કૃપા પ્રાપ્ત કરવા માટે કરી શકાય છે. જે જગતના નાથે અનેક કોટી બ્રહ્માંડો રચ્યા તેમને આપણા જેવા ક્ષુલ્લક જીવ પાસેથી કંઈ પણ પ્રાપ્ત કરવાની જીજ્ઞાાષા હોતી નથી છતાં તેમણે દર્શાવેલી આચાર સંહિતાનું ચૂસ્ત પાલન કરવાથી પ્રભુ અવશ્ય પ્રસન્ન થાય છે અને ભક્તજન પર, મુમુક્ષુજન પર કૃપા વરસાવે છે.
પ્રભુ નિરંતર ન્યાયી છે. દયાના સાગર, પતિતપાવન અધ્યોધ્ધારક અને નોંધારાના આધાર છે. તેઓ આપણા ભાવ કે સ્નેહ-પ્રેમના ભૂખ્યા છે. વિકટ દશામાં કે અનેક આપત્તિઓના સમયે પ્રભુને હૃદયપૂર્વક કહો કે અંતઃકરણ થકી સ્મરવામાં આવે તો ક્ષણભરમાં જ સહાયતા કરીને આપણી આપત્તિઓનું નિવારણ કરે છે. પરંતુ એમાંય મુખ્ય શરત એ રહી છે કે આપણી તેમના સ્વરૃપમાં શ્રદ્ધા વિશ્વાસ અડગ હોવા જોઇએ. તેમની સાથે એક અવરિત લગાવ કે સ્નેહની ગાંઠ કે એકાત્મકતા હોવી જોઈએ. જો આટલો બધો સ્નેહ જે આપણને આપણા પરિવારજનો પરત્વે હોય છે તેવો જ પ્રભુ પરત્વે હોય તો જેમ સ્વીચ દાબીએ ને લાઈટ થાય. તેમ પ્રભુ સ્મરણની સાથે જ પ્રભુ કૃપા સંભવે. નરસિંહ મહેતા, પ્રહલાદ, મીરાંબાઈ આદિ અનેકને વિકરાળ વિટંબણાઓ સમયે પ્રભુજીએ કૃપા વૃષ્ટિ કર્યાના અનેક દૃષ્ટાંતો આજે ઇતિહાસ અને કથાનકોમાં મોજાુદ છે.
આ કળિયુગમાં કાળામાથાના માનવીને પોતાનું ધાર્યું મનગમતું જ કરવામાં અને કોઈપણ દુષ્કૃત્ય આદરીને પણ સુખી થઈ જવાનો માત્ર મનસૂબો જ નહિં પરંતુ એવા કૃત્યો દ્વારા ઝડપથી સુખી થવા નિર્ધાર છે. કોઈનું ધન લૂંટી લેવું, ચોરી કરીને મેળવવું, પ્રતિદિન દારૃ, ગાંજો, તમાકુ જેવા નશીલા પદાર્થોનું સેવન કરવું. વાતે વાતે જાૂઠું બોલવું. પરસ્ત્રીગમન કે વ્યભિચાર કરવો, ઇંડા-માંસ જેવી અભક્ષ્ય વસ્તુઓ ખાવી આ બધા દુરાચારો દુરાચારીઓ ના સ્વભાવમાં વણાઈ ગયા છે. તેઓને શુધ્ધ આચાર સંહિતા કે પંચવર્તમાન પાડવામાં રસ નથી છતાં પ્રભુકૃપા જોઈએ છે. પરમાત્માએ અર્પેલી સાત્ત્વિક વૃત્તિઓ દ્વારા સત્કૃત્યો આચરનારા જ પ્રભુકૃપાને પાત્ર છે. જ્યારે દુષ્કૃત્યો આચરનારાઓ આ જન્મે સુખી નથી થતા એટલું જ નહિં તેમના ભાગ્યે મોક્ષ નહિં કિન્તુ જન્મજન્માંતર જ લખાયેલા હોય છે.
પ્રભુકૃપા પ્રાપ્તિ અર્થે સદ્ગુરૃનું સાનિધ્ય, સત્સંગ, નવધા ભક્તિ, પ્રભુસ્મરણ મિલનની તાલાવેલી કે તલઆટ, દીનદુઃખીજનોની સેવા, મલિન વાસનાઓનો ત્યાગ, આ સાથે વ્રત, જપ, તપ અને દાનનું મહાત્મ્ય જાણી સત્કર્મ કરવાથી પ્રભુ અવશ્ય પ્રસન્ન થાય છે. કહેવાય છે કે ભક્તિની ભીનાશ વિના પ્રભુ સાથે તાદાત્મ્ય રહી શકે નહિં. પ્રભુકૃપા પ્રાપ્તિ અર્થે શાસ્ત્રોમાં ચારેય યુગમાં કર્મ-ધર્મનું નિરૃપણ છે. જે અનુસાર સત્યુગમાં ધ્યાન, ત્રેતાયુગમાં યજ્ઞા દ્વાપરમાં ભગવાનની પૂજા અને કળિયુગમાં શ્રી હરિનામ સંકિર્તનનો મહિમા છે. પ્રભુ કૃપા પ્રસાદ પ્રાપ્તિ માટે પ્રાર્થીએ કે હે પ્રભુ ! હું પામર માનવી છું. જન્મ-મૃત્યુ તારા હાથની વાત છે. મારી બાંય પકડીને મને તૂં ઉગારી લેજે.
- સૂર્યકાન્ત ભટ્ટ
Sent from my h.mangukiya