17/11/2013

સમજવા જેવી સાચી વાતો

સંબંધો એવા બનાવજો જેમાં
શબ્દ ઓછા અને સમજ વધુ હોય
વિવાદ ઓછા ને સંવાદ વધુ હોય
પુરાવા ઓછા ને પ્રેમ વધુ હોય.
***
અનેક તરંગ હોવા છતાં દરિયો એક છે
અનેક રંગ હોવા છતા મેઘધનુષ એક છે
પરંતુ માણસો કેમ નથી સમજતા કે...
અનેક ધર્મ હોવા છતાં ઇશ્વર તો એક જ છે.
***
જીંદગીમાં સમયથી વધારે કોઇ પોતાનું અને
પારકુ નથી હોતુ...!!
સમય તમારો હોય તો બધા પોતાના
અને સમય તમારો ના હોય તો બધા પારકા
***
તૂટેલા સંબંધોને એવા સૂકા ફૂલની જેમ
રાખો કે તેના ઉપર જ્યારે પણ સ્મરણોનું
પાણી છાંટો ત્યારે તે મહેકી ઊઠે.
***
ઘરની બહાર ભલે દિમાગ લઇ જાઓ...
કારણ કે ત્યાં બજાર છે.
પરંતુ ઘરમાં પ્રવેશતા દિલને લઇ આવો...
કારણ કે ત્યાં પરિવાર છે.
***
ભગવાનને ભજવાથી મા નથી મળતી
પરંતુ...
મા ને ભજવાથી ભગવાન જરૃર મળે છે.

Sent from my h.mangukiya