19/11/2013

પ્રેમ ગોષ્ઠિ


વર્ષાની ઝરમરમાં, થઈ હતી, મહોબ્બત...
કલાપીના કલાને ટહુકાઓમાં તારી તૃષા વર્તાતી
કોકિલના સુમધુર ગાનમાં આપણે થતા તૃપ્ત
વનરાજીની ચોમેર સૌંદર્યની ઝાંખીઓમાં તું રંગીન લાગતી
સ્નેહાળ, લાગણી ને માગણીની ગુફતેગુ યોજાતી ગુપ્ત
પતંગિયા જેવું ચંચળ અંતરમનને પામવાને મુલાકાત થઈ.
પ્રેમાળ હૈયાં થનગને છે.
માનવ મહેરામણમાં આપણે પણ સાથે.
કંટકોની અથડામણો હોવા છતાં પુષ્પ સમાં ફોરમ રેલાવતા.
તારો જાજરમાન સથવારો, લાલ-જાજમ પાથરે છે, જીવનમાં
તારા-મારા દિવ્ય સંગીત સૂર મિલાવી દીધા છે, મહોબ્બતમાં
અતૂટ વિશ્વાસ ને શ્રધ્ધાને સંપાદન કરવાને ગોષ્ઠિ
થઈ છે.
Sent from my h.mangukiya