ધરાને બનાવો સ્વર્ગ
નીલગનના અમે પંખેરું,
હૈયે અંબર ચૂમવાની હામ.
માનવ બાંધવો અમે તમારા,
કરો રહેમ થોડી અમ પર.
હીરા ઝવેરાત ન માગીએ અમે,
માંગીએ ચણમાં દાણા ચાર.
પીવા માટે જળ બૂંદ બે-ચાર,
મૂકો અગાશીએ એક જળ કૂંડું.
અને વેરો દાણાં મુઠ્ઠીભર,
પ્રદુષણ ઓકવાનું બંધ કરો.
વાવો વૃક્ષો જીવસૃષ્ટિ કાજ,
માનો નહિ જો અમારી વાત.
પ્રથમ થશે નષ્ટ અમારી જાત,
પછી થશે સૃષ્ટિનો વિનાશ.
બનશે આ મૂંગી ધરા સ્મશાન,
અરજ અમારી આદેશ નથી.
દોસ્તો હજુ થયું નથી મોડું,
જાગ્યા ત્યાંથી સવાર માનીને.
આળસ ખંખેરો ને વાવો ઝાડ,
જાજમ લીલી બીછાવો ધરાએ,
આ ધરાને બનાવો સ્વર્ગ.
Sent from my h.mangukiya
નીલગનના અમે પંખેરું,
હૈયે અંબર ચૂમવાની હામ.
માનવ બાંધવો અમે તમારા,
કરો રહેમ થોડી અમ પર.
હીરા ઝવેરાત ન માગીએ અમે,
માંગીએ ચણમાં દાણા ચાર.
પીવા માટે જળ બૂંદ બે-ચાર,
મૂકો અગાશીએ એક જળ કૂંડું.
અને વેરો દાણાં મુઠ્ઠીભર,
પ્રદુષણ ઓકવાનું બંધ કરો.
વાવો વૃક્ષો જીવસૃષ્ટિ કાજ,
માનો નહિ જો અમારી વાત.
પ્રથમ થશે નષ્ટ અમારી જાત,
પછી થશે સૃષ્ટિનો વિનાશ.
બનશે આ મૂંગી ધરા સ્મશાન,
અરજ અમારી આદેશ નથી.
દોસ્તો હજુ થયું નથી મોડું,
જાગ્યા ત્યાંથી સવાર માનીને.
આળસ ખંખેરો ને વાવો ઝાડ,
જાજમ લીલી બીછાવો ધરાએ,
આ ધરાને બનાવો સ્વર્ગ.
Sent from my h.mangukiya