કાશ તમે સાથ હોત
કાશ, જો તમે સાથ હોત,
તો દુનિયા જીતવી છે.
કાશ, તમારો સંગાથ હોત,
તો જીંદગી જીવવી છે.
શમણાં અને સપનાં તો ઘણા છે જીગરમાં
પણ એ તો બધાં અધૂરા છે તમારા વગર
કાશ, જો તમે પાસ હોત,
તો સપનાં સેવવાં છે.
કાશ, તમારો અહેસાસ હોત,
તો શમણાં શણગારવા છે.
જીવન મારું તમે જ છો,
બીજું કોઈ સપને પણ નથી.
હૈયામાં મારાં તમે જ છો,
બીજા કોઈનું સ્થાન નથી.
કાશ, તમારા હૈયામાં અમે હોત,
તો હેતના સાગર છલકાત,
કાશ, તમારી યાદમાં અમે હોત,
તો યાદોની પણ યાદ બની જાત.
Sent from my h.mangukiya