જલસાભર્યાં દુઃખડાં
મારાં દુઃખોને તો તું જો,
કેવાં જલસા પડી ગયાં છે,
તારાં ચાલ્યા ગયા પછી!
મારાં સુખને તો તું જો,
ખૂણામાં ઉભું રહ્યાં કરે છે,
તારી હયાતીને સંભારી!
ઠગારી આશાઓ અનેક,
દિલમાં જાગ્યા જ કરે છે,
તને યાદ કરી કરી!
મૂક્યો છે ઈશ્વરે આપણામાં,
આ તે કેવો યે શીતઅગ્નિ?
જલાવ્યા કરે સ્મરણો બની!
પડે શી રીતે આ શીતદાહ ઠંડો?
''આ રીતે'' કહી શકું દુનિયાને?
જેનું મારણ તો તું જ રહી!
તારું નામ કહી દઉં તો,
થઈ જાય જીત તારી છતી,
મારાથી તો એ થાય જ નહીં!
ભલે દુઃખ મારું તો ખુશી થી,
ગમે તેટલાં યે જલસા કરે,
સૌનો યે સમય હોતો નથી?
રહ્યાં આ તો દિલનાં ઝંઝાવાત,
ભલે એ તો ખુશીથી થયાં કરે,
ઉકેલ એનો અશ્રુઓ ક્યાં નથી?
Sent from my h.mangukiya