દૃષ્ટિ તો સિંહની.
સિંહ પોતાના પર આવેલા બાણને નહિ એ બાણ ફેંકનારને શોધશે...
સિંહ હુમલો કરશે તોય પોતાને ઘાયલ કરનાર બાણ પર નહિ પરંતુ બાણને ફેંકનાર શિકારી પર કરશે... અને પેલો... કૂતરો?
એ પોતાના પર આવી પડેલો પત્થરને જ જોશે.. અને એને જ બચકાં ભરશે... પત્થર ક્યાંથી આવ્યો? કોણે ફેંક્યો...? આવી ઊંડી દૃષ્ટિ એની પાસે નહિ મળે...સંસારમાં વસતાં આત્માઓ પણ બે પ્રકારના છે. એક સિંહ દૃષ્ટિ અને બીજા છે શ્વાનદૃષ્ટિ!
પોતાને કોઈ તરફથી દુઃખ થયું કે અહિત થયું ત્યારે એ આત્માઓ દુઃખ કે અહિત કરનારાં નિમિત્તોને જ ગાળ દેશે. એના પર જ પોતાનો દ્વેષ પ્રગટ કરશે. એ રીતે પોતાને સુખ મળ્યું કે પોતાનું હિત થયું ત્યારે ય એમાં નિમિત્તમાત્ર બનેલાઓ પર જ એ રાગ કરશે અને એમને જ સન્માનશે...
ત્યારે એમને એવો વિચાર નહિ આવે કે મને સુખ-દુઃખ દેનારાં કે મારું હિત-અહિત કરનારાં આ નિમિત્તો મળ્યાં કેવી રીતે? આ નિમિત્તો કોણે ઊભાં કર્યાં? પોતે જ ને?
પોતે ખરાબ કર્મ આચર્યાં એનાં જ આ માઠાં ફળ છે અને પોતે સારાં કર્મ આચર્યાં એનાં આ મીઠા ફળ છે...
માઠાં અને મીઠાં ફળને પેદા કરનાર મૂલકર્તા તો હું જ છું ને? બીજા તો નિમિત્ત માત્ર છે. એટલે પોતાનું હિત કરનાર પણ હું અને અહિત કરનાર પણ હું અને આવી પડેલાં દુઃખ પણ મારાં જ કર્મનું ફળ છે...
તો પછી? સુખ આવે ખુશી શી? અને દુઃખ આવે ખેદ શો?
- આ. શ્રી હેમચન્દ્રસાગર સૂરિજી
Sent from my h.mangukiya