છેલ્લા કેટલાક સમયથી રાજા હરિસિંહ અત્યંત વ્યથિત હતા. એમના મનને સહેજે શાંતિ નહોતી. સત્તાનો વિસ્તાર અને સંપત્તિની વર્ષા અવિરત વધતી હતી, તેમ તેમ જીવનનો અજંપો વધવા લાગ્યો. અથાગ પ્રયત્ન કરવા છતાં પોતાના અહંકારને જીતી શકતા નહોતા, આથી એણે રાજગુરુને કહ્યું, 'ગુરુદેવ, મારી પાસે સઘળું છે અને છતાં કશું નથી. વૈભવ હોવા છતાં બેચેની છે. સત્તા હોવા છતાં ઉજાગરો છે. કોશિશ કરવા છતાં ક્રોધને વશ થઇ જાઉં છું અને અહંકાર સદા પજવ્યા કરે છે, આનો કોઇક રસ્તો બતાવો.'
રાજગુરુએ કહ્યું, 'રાજન, હું કોઇ મોટી વાત કરવાનો નથી. માત્ર ત્રણ નાની શિખામણ આપું છું. એનું પાલન કરીશ તો જરૃર તારી આંતરિક મુશ્કેલીઓમાંથી પાર ઊતરીશ.'
'કઇ ત્રણ વાત છે, ગુરુજી ? એને હું સદૈવ યાદ રાખીશ.'
રાજગુરુએ કહ્યું, 'પહેલી વાત છે મજબૂત કિલ્લામાં રહેવાની. બીજી ભોજન સ્વાદપૂર્ણ લેવાની અને ત્રીજી પ્રજાની પથારીમાં સૂવાની.'
રાજા હરિસિંહને આ ત્રણમાંથી એકેય વાત સમજાઇ નહી. એમણે મર્મ પૂછતાં રાજગુરુએ ઉત્તર આપ્યો.
'પહેલી વાત છે મજબૂત કિલ્લાઓમાં રહેવાની. એનો અર્થ એ કે સદા ચારિત્રવાન રહેવું. જીવનના કિલ્લામાં વ્યસનોને બાકોરું પાડીને પ્રવેશવા દેવા નહી. મનના કિલ્લામાં અહંકાર કે અનિષ્ટ ઘૂસી જાય નહી, તેની તકેદારી રાખવી. આ કિલ્લાઓ મજબૂત રાખીશ તો તારુ રાજ સદાકાળ ટકશે.''પણ સ્વાદપૂર્ણ ભોજન લેવાની આપની વાતનો મર્મ શો ?
રાજગુરુ બોલ્યા, 'લૂખ્ખુ-સૂકું મળે, તેને પ્રેમપૂર્વક ચાવીને સ્વાદિષ્ટ બનાવજે અને ત્રીજી વાત એ કે પ્રજાની પથારીમાં સૂવું. તારી પ્રજામાં કોઇ ગરીબને પથ્થરનું ઓશિંકુ મુકીને સૂવું પડતું હશે. તો કોઇ યાચકને જમીન પર સૂવું પડતું હશે. તારે માટે એ મૂલાયમ પથારી બનવા જોઇએ. પથારીમાં વ્યક્તિ પોતાના સુખ-દુઃખનો વિચાર કરે છે, તેમ તારે પણ રાત્રે પથારીમાં પ્રજાના સુખ-દુઃખનો વિચાર કરવો જોઇએ.''
રાજા હરિસિંહને સમજાયું કે રાજગુરુ એને ત્યાગી બનવાનું કહે છે. જોએ ત્યાગી બનીને પોતાની પ્રજાનું ધ્યાન રાખે, તો એને સત્તા, સંપત્તિનો મોહ કે મનનો અહંકાર ક્યારેય સ્પર્શશે નહી.
Sent from my h.mangukiya