16/11/2013

જીવતરનું ગીત


જીવતર સાંઠો શેરડીનો, વચમાં દુઃખની ગાંઠો રે
કદીય હોય મઝધારે ઝૂઝવું, કદીક મળી જાય કાંઠો રે
રાત-દિવસની રમણાઓમાં અંધારું, અજવાળું રે
તેજ-તિમિરના તાણાવાણા, વસ્તર વણ્યું રૃપાળું રે
હરિનું દીધેલ હડસેલી તું આમ શીદને નાઠો રે?
જીવતર સાંઠો શેરડીનો, વચમાં દુઃખની ગાંઠો રે
રાજમારગે ચાલ ભલે પણ ભૂલીશ મા તું કેડી રે
ડગલે ડગલે વ્હાલ કરીને લેશે તુજને તેડી રે
શુભ અવસરની જેમ જ લે તું અવસર પોંખી માઠો રે
જીવતર સાંઠો શેરડીનો, વચમાં દુઃખની ગાંઠો રે...
- લાલજી કાનપરિયા
Sent from my h.mangukiya