30/12/2022

તુ આવ જરા પાસે

 તું આવ જરા પાસે અને વાત કરી જો, છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો.


પીંછા તણી હળવાશનો સમજાશે ખરો અર્થ, આકાશ સમી ખુલ્લી કબૂલાત કરી જો.


બારી જો ખૂલે તો જ આ આકાશ ઊઘડશે, તું બહેરી દિવાલોને રજૂઆત કરી જો.


પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.