ગુજરાતી ફિલ્મોના મહાનાયક ઉપેન્દ્ર ત્રીવેદીનુ નિધન થવાના પગલે ગુજરાતી ફિલ્મ જગત શોકમાં ગરકાવ થઈ ગયુ છે.આજે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
માનવીની ભવાઈ નામની નવલકથાના આધારે બનેલી ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રીવેદીએ ભજવેલા કાળુના પાત્રે તેમની અભિનય ક્ષમતાને રાતોરાત મશહૂર કરી દીધી હતી.એ બાદ તેમણે જેસલ તોરલ, ઝેર તો પીધા છે જાણી જાણી, વીર માંગડાવાળો એમ એક પછી એક ફિલ્મમાં ચઢીયાતા પાત્રો ભજવ્યા હતા.
લાંબા સમયથી બીમાર એવા ઉપેન્દ્ર ત્રીવેદીનુ શનિવારે મોડી રાતે શ્વોસોશ્વાસની બીમારીના કારણે અવસાન થયુ હતુ.1936માં જન્મેલા ઉપેન્દ્ર ત્રીવેદી 79 વર્ષના હતા.1955થી પોતાના અભિનયની સફર શરુ કરનાર ઉરેન્દ્ર ત્રીવેદીએ સેંકડો નાટકોમાં પણ કામ કર્યુ હતુ.ભારત સરકાર દ્વારા તેમને પદ્મ શ્રી એવોર્ડ અપાયો હતો.જ્યારે ગુજરાત સરકારે તેમને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપ્યો હતો.તેઓ મુંબઈમાં જ રહેતા હતા અને તેમની અંતિમયાત્રા પણ મુંબઈમાં જ નીકળી હતી.
તેમણે રાજકીય જીવનમાં પણ કાઠુ કાઢ્યુ હતુ.તેઓ બે વખત ધારાસભ્ય બન્યા હતા.રસપ્રદ વાત એ છે કે તેમનો જન્મ 1937માં ઈન્દોરમાં થયો હતો.મુંબઈમાં તેઓ અભ્યાસ કરવા માટે ગયા હતા અને મુંબઈમાં સ્ટેજ પર નાટકમાં પાત્ર ભજવીને અભિનયની શરુઆત કરી હતી.