22/04/2014

જીતવા બેઠો જેને ��િંદગીમાં


બનાવી ગયા
જીતવા બેઠો જેને જિંદગીમાં,
તેજ હરાવી ગયાં.
હતાં નજીક જ્યાં સુધી તમે,
ત્યારે પણ છતાવી ગયા.
નથી સરતા આંસુ પણ હવે,
આંખ માં જ તે રહી ગયાં.
સ્વપ્ન માં પણ નથી આવતા,
દિલને બહાના કરી ગયા.
નથી જિંદગી  માં સાથે કોઈ,
ત્યારે ખુદા પાસે પહોંચી ગયાં.
આ દર્દ ભરી જીંદગી જોઈ,
ખુદા પણ નાચી ગયાં.
અમે તો નસીબ ને બદનામ કીધું,
અમારા મિત્રો જ તમને બનાવી ગયા.
મારૃ રવિ
(ભાવનગર-ભૂતિયા)


મારો પ્રેમ
દરિયાના મોજાંની જેમ
ઘુઘવતો મારો પ્રેમ,
વરસાદના ફોરાઓથી
તને ભીંજવતો  મારો પ્રેમ
ઝાકળના ટીપાઓ જેમ
તારા પર ટપકતો મારો પ્રેમ
ઝરણાના વહેણમાં
એ જ ખળખળતો મારો પ્રેમ
ઠંડા પવનની લહેરખીમાં
તનેજ સ્પર્શતો મારો પ્રેમ
ધોમ તડકામાં પણ શીતળતા
વરસાવતો એ મારો પ્રેમ
તારા સપનામાં આવી
તનેજ પજવતો મારો પ્રેમ
ખીલખીલાટ કરતાં
તારા હાસ્યમાં મને દેખાતો મારો પ્રેમ
ઠંડીની આ રૃતુમાં
તને હુંફ આપતો મારો પ્રેમ
જીવન ચક્ર વ્યાધી ઉપાધીમાં
સાતા આપતો મારો પ્રેમ.
રમેશ રવાણી
(અમદાવાદ)


આપ્તજનોથી હાર
આ જિંદગીમાં મુજને,
આપ્તજનો એ માર્યો.
સુધરેલી બધી બાજી,
સ્વજનો ને હાથે હાર્યો...
કોને કહું હું દૂરના,
મારો જ જ્યાં હું છું નહીં.
બેઠો છું હું નજદીક તોયે,
અંતર વધ્યું અંત મહીં...
મુજ દોષનું સ્વરૃપ તો,
ગુણકાર થી જોવાય છે,
મુજ ગુણની સદાય હા,
બાદબાકી થાય છે...
શબ્દો તણા કાંટા ખૂંચ્યા,
પુષ્પો પથૃથર બની રહ્યા,
કાળજડું કોરી 'મૂળજી'નું,
ટુકડા કરી હસી રહ્યા...
આ જિંદગીમાં મુજને,
આપ્તજનો એ માર્યો...
મુળજી સોલંકી દેલા


આપણા પ્રેમમાં
હતી આપણા પ્રેમમાં પણ રજાઓ,
પડી આપણા પ્રેમમાં પણ દરારો.
અવાજો હવે નાશ થાતા તમારા...
જડી આપણા પ્રેમમાં પણ દિશાઓ.
પ્રેમ આપણો આંધળો ના થતો બસ,
નડી આપણા પ્રેમમાં પણ પ્રથાઓ.
હસીને મને તારું હાસ્ય બતાવો,
રડી આપણા પ્રેમમાં પણ ઘટાઓ.
થતી આજ તારી સજા ઘાત ઘેલી,
મળી આપણા પ્રેમમાં પણ સજાઓ.
હતો પ્રેમ ગાંડો બધાંયે કહેતાં...
હસી  આપણા પ્રેમમાં પણ પ્રજાઓ...
લડી આપણી જિંદગી જાત સાથે...
પડી આપણા પ્રેમમાં પણ સત્તાઓ...!!
સંદિપ એ. નાયી
(બલોલ-મહેસાણા)


નહીં કરીએ
ફૂલોથી અમે હવે સોબત નહીં કરીએ,
દિલ પર હવે જખ્મોની નોબત નહીં કરીએ.
ક્યાં સુધી જખ્મી થતા રહીશું કાતિલ ફૂલોથી,
બેરહેમોથી હવે મહોબ્બત નહી કરીએ.
અંગાર જેવાં છે આ નાજુક ફૂલો,
એને સહેલાવવાની અમે હિમ્મત નહી કરીએ.
''શબ્દ'' મહોબ્બતની વાત તમે છોડો.
કમનસીબ ફુલોથી અમે નફરત નહીં કરીએ,
જખ્મોથી છલ્લી થઈ જશે કદાચ ગઝલ અમારી.
અમારા ''શબ્દ''ને
હવે રક્તરંજિત નહીં કરીએ,
ફુલો રહીત કરી દઈશું અમારા દિલબાગને,
પાનખરની અમે હવે શિકાયત નહીં કરીએ.
સોેલંકી રાકેશ બી. ''શબ્દ''
(નવા-વાડજ)


લખી શક્યા નહીં
હૈયાની વાતને અમારી હોઠ
ઉપર લાવી શકાય નહીં,
ચાહવા છતા આપને અમે પામી શક્યા નહીં.
જીવનભરની ઉડાન હોય છે 
આમ તો આકાશ તરફ,
છતાં પંખી આભને આંબી શક્યા નહીં.
શમા સળગે છે અહીં
નાદાન પરવાના કેટલા છતાં,
ફરીયાદ ક્યારે
જુબાનને કરી શક્યા નહીં.
કોને સહારે છોડીને
ચાલ્યા ગયા આપ  અમને,
પૂછવું હતું બસ એટલું જ
પણ કહી શક્યા નહીં.
પડે છે દર્દ અહીં
કેટલું
તમારી જુદાઈનું,
છે અસહ્ય
વેદના છતાં.
તમને અમો
દિલો દીમાગથી ભૂલી શક્યા નહીં,
આપ રડી પડશો અને આંખો છલકારો આસુ ઓથી
દર્દને અમારા તેથી જ ગઝલમાં લખી શક્યા નહીં.
મીના પરમાર
(ડુમરાલ-નડિયાદ)


ખોટું થશે
સાથે ગાળશો એકાંદ સાંજ તો ગમશે મને,
પણ આદત પડી જશે એની તો ખોટું થશે.
તમને જોતા જ ચૂકે છે ધબકારો હૃદય,
ધબકવાનું જ ભૂલી જશે તો ખોટું થશે.
હાલત હૈયાની અમારા છે બહુ નાજુક,
કારણ કોઈ જાણી જશે તો ખોટું થશે.
મુજ એકલાનો ઉદ્ધાર જોતો નથી મુજને,
સાથ સૌના છૂટી જશે તો ખોટું થશે.
એક અમારૃં જ કાફી છે થઈ જવું 'પાગલ',
તમે પણ થઈ જશો 'પાગલ' તો? ખોટું થશે.
ડૉ. પ્રણવ ઠાકર ''પાગલ''
(વઢવાણ)


પાલવની હૂંફ
સોનેરી સાંજે પાલવ તારો ફરફર્યો હશે!
આખો સાગરતટ પણ કેટલો મહેક્યો હશે!
હવાને છેડતાં, સરસરાહટ કરતાં છુટ્ટા કેશ,
ચમકતું જળ,
પાલવમાં છુપાઈને દિલમાં
સંવેદન કેટલાં જન્મ્યા હશે!
અનુભૂતિ પામી તેના
અસ્તિત્વની જણાય છે કે,
હવે સ્કોલરથી વધારે મને કિટ્સ ને
શેલી સમજાયા હશે!
અંતે અવસૃથા જાય છે સ્પર્શથી સમાિધ સુધી,
તફાવત સ્પર્શ-સ્પર્શ વચ્ચેનાં હવે જ
અનુભવાયા હશે!
મહેકતી સાંજ, મોહક સૌંદર્ય,
ને દિવ્ય અનુભૂતિ,
સંગમ ત્રિવેણી તો જ સાગરતટે સર્જાયો હશે!
એક સ્પર્શમાં જગત આખાની હૂંફ અનુભવી,
એક સાંજ પાલવને નામ કહેવાયું હશે!
પ્રશ્ન પછી યક્ષ જેવો થયો
'સંવેદન' હૃદયમાં,
કેમ ઉર મહીં જ શ્રેષ્ઠ સર્જન રહેસાતા હશે??
વૃષભ શાહ 'સંવેદન'
(વિજયનગર-સાબરકાંઠા)


અરમાન
અંતર સ્પંદને તુજને નિખારવાને,
મુજ નયનો તરસી, મૃગ નયની સમી.
વાસંતી વાયરાઓનું વાવાઝોડું ચોમેર,
કોકિલનો કલરવ વસંતે સંભળાય મુજને.
તારી સ્મૃતિઓનો આલ્બમ સંઘરી રાખ્યો,
મુજ અંતરમાં
તારું મુખારવિંદ કંડારી લીધું.
ભલે કંઈ જ ન હોય તારામાં,
પરફોર્મ કે ડહાપણ,
પણ તુજને પામવાને દિલમાં અરમાન,
નફરતની આંધીને વાસંતી વાયરે
વહાવી દે...તું.
પરેશ જે. પુરોહિત (કલોલ-રણાસણ)


પ્રીત કેમ થાય?
કેમ ચાહવું ગમે,
પ્રેમના પથે તને,
ચાહવા જતાં તું દૂર દૂર જાય,
અંગમાં ઝબૂકતી કરાલ વીજ કેટલી,
ધાવ ઉરના મહીં પડી છે આજ લાહ્ય (લાય)
આશ પ્રીતની નથી,
તોય પૂછતી ફરી,
પ્રીત કેમ થાય? પ્રીત કેમ થાય?
રમેશ કાપડિયા 'ભારદ્વાજ'
(નિર્ણયનગર)


દીકરી
હસતી, મલકતી,
ફુદકતી આવી થાક ઉતારે દિકરી,
કઠોરતમ પથૃથર ને રજુતા શીખવાડે દીકરી.
કોમળ એવી જાણે
ફુલોના સ્પર્શ કરાવે દીકરી,
હરણીશી એ મુલાયમતાનો
અહેસાસ કરાવે દીકરી,
દુઃખમાં આપે સુખ,
ખુદ ના હસે તો પણ હસાવે દીકરી.
પોતાનું ના વિચારે,
પણ મા-બાપ નો સંસાર દિપાવે દીકરી,
નથી આવવાના સાસરે,
પણ માવતર ની રોજ રાહ જુએ દીકરી.
સાથ ના હોવી છતાં,
પણ સંગાથ નિભાવે દીકરી,
જીવનમાં જોઈ નથી જેણે,
જો ''શાતા'' નામે દીકરી.
તો નર ના ઈન્દ્ર ને પુછો,
રામ ને રાજના ઈશ ને પુછો શું હોય દીકરી,
રાજા એવા ઈન્દ્ર ને પૂછો,
રાજના જીવ ને પૂછો કેવી હોય દીકરી.
ચંપ એવા રજના કણ કણને પુછો,
મીઠાશથી પણ  મીઠી હોય એ દીકરી.
અપે સૃષ્ટીના સર્વે જીવોને પૂછો,
કર્યો છે જેણે ''અનુભવ'' નામે દીકરી.
રમેશ રવાણી
(અમદાવાદ)
Sent from my h.mangukiya