14/12/2013

શિયાળો ગમે


   
મને ઋતુમાં શિયાળો બહુ બહુ ગમે,
એની આસપાસ થતા ફેરફારો ગમે... મને.
ટાઢા તે વાયરે લોક સૌ ફરતા,
ટાઢથી બચવા તાપણા સળગાવતા,
મને વહેલી સવારનો તડકો ગમે... મને.
ઘેર ઘેર પાણીડાં ગરમ રે થાતાં,
હિટર, ચુલા ને સગડી સળગાવતા,
મને હૂંફાળા પાણીમાં નાહવું ગમે... મને.
વહેલા જાગીને અમે ભણવા રે જાતા,
જર્સી-મોજા-મફલર, કોટ રૃડા પહેરતા,
મને દોડીને નિશાળે ભણવું ગમે... મને.
ખાટા-મીઠાં, કાચાં-પાકાં ફળ મજાનાં,
લાલ ધોળાં જમરૃખડાં ખાતા મજાનાં,
મને બોરડીનાં બોર બહુ ખાવા ગમે... મને.
શિયાળાની વાનગી ઘેર ઘેર બનતા,
અડદિયા પાક ને, સુખડી રે ખાતા,
મને તલ-શીંગપાક ને લાડવા ગમે... મને.
વહેલી સવારે સહુ દોડવા રે જાતા,
યોગ-પ્રાણાયામ ને કસરત કરતા,
મને તન-મન તાજાં રાખવાં ગમે... મને.
પતંગ, દોર, ફીરકી બજારમાં શોભતા,
નિતનવા રીલ પાઈ
મને ઉત્તરાયણ કરવી બહુ બહુ ગમે... મને.
- મનહરભાઈ એન. દેવમુરારી

Sent from my h.mangukiya