ના દૂધમાં રહેલા પૉલિઅનસૅચુરેટેડ ફેટી એસિડ્સ ન્યુરોલોજિકલ ડેવલપમેન્ટ કરવામાં ભાગ ભજવે છે. એને કારણે બાળક સતેજ અને બુધ્ધિશાળી બને છે. જોકે છ મહિનાના બાળકને બ્રેસ્ટફીડિંગની સાથે શું અને કેવી રીતે ખવડાવવું એ પણ એટલું જ અગત્યનું છે. પહેલી વાર મમ્મી બનેલી સ્ત્રીઓ એવું માને છે કે બાળક રડે એટલે તેને બ્રેસ્ટફીડિંગ કરાવવું, પરંતુ બાળક જન્મે એ પછી દર એક કે બે કલાકે ભૂખ્યું થાય છે. એ પહેલાં બાળક રડતું હોય તો ગમે ત્યારે તેને ચૂપ કરાવવા માટે બ્રેસ્ટફીડિંગ કરાવવું યોગ્ય નથી. બાળકને જ્યારે પણ ફીડિંગ કરાવો ત્યારે આશરે પંદરથી વીસ મિનિટ શાંતિથી દૂધ પીવા દો.
ઉકાળેલું પાણી ઃ બાળક લગભગ ત્રણ-ચાર મહિનાનું થાય એટલે તેને દર ત્રણ કલાકે માનું દૂધ પીધા પછીયે ભૂખ લાગે છે. એવા સમયે તેને બહારનું દૂધ આપવાનું શરૃ કરી શકાય. એક તપેલીમાં પાણી ઢાંક્યા વિના ઉકાળો. ઉકળીને લગભગ અડધું થઈ જાય એટલે કોટનનું કપડું ઢાંકીને ઠરવા દો. આ ઠારેલું પાણી તેને પીવડાવો. સવારે ઉકાળેલું પાણી સાંજે અને રાતે ઉકાળેલું પાણી બીજા દિવસે સવારે પીવડાવો. ચોવીસ કલાક પહેલાં ઉકાળેલું પાણી ન પીવડાવો.
વે-વોટર ઃ શરૃઆતમાં ગાયના દૂધમાં ચપટીક ગંઠોડા ઉમેરી ગરમ કરીને ચમચીથી એ પિવડાવવું જોઈએ. જો બાળકને બહારનું દૂધ પચતું ન હોય તો પહેલાં દૂધનું વે-વોટર પિવડાવવું. એટલે કે દૂધને લીંબુ નાખીને ફાડી નાખવું. ફાટેલા દૂધમાં સફેદ ફાટેલું દૂધ અને પાણી છૂટા પડી જાય એટલે ઉપરનું પાણી પિવડાવવું. એમાં ખૂબ પ્રોટીન હોય છે જે પચવામાં પણ હલકું હોય છે.
દહીં અને પનીર ઃ આટલું આસાનીથી બાળકને પચવા લાગે એટલે ક્યારેક તેને પનીર કે દહીં ચટાડવું. એ પચવામાં હલકું અને કેલ્શિયમ તેમજ પ્રોટીનથી ભરપૂર હોય છે.
બાળક છ-સાત મહિનાનું થઈ જાય એટલે ભાંખોડિયાં ભરતું થાય છે. એ વખતે તે ખૂબ એનર્જી વાપરે છે. આ વધારાની એનર્જી માટે તેને ખવડાવવાની શરૃઆત કરી શકાય.
મગ અને તુવરની બાફેલા દાળના પાતળા પાણીમાં મીઠું-હળદર નાખીને ચમચીથી પીવડાવી શકાય. ચોખા અને સાબુદાણાની કાંજી પીવડાવી શકાય. શરૃઆતમાં એમાં દૂધનું પ્રમાણ વધારે અને ચોખા-સાબુદાણાનું પ્રમાણ નહીંવત રાખવું. દાળના પાણીમાં પાલકનું એકાદ પત્તું કે કોથમીર નાખીને તેમજ હિંગ અને ઘીથી વઘારીને એ પીવડાવી શકાય.
Sent from my h.mangukiya