20/11/2020

શુભ અશુભ

 ગાડીમાં લીંબુ અને મરચુ બાંધવાથી સુરક્ષા મળતી હોત તો ભારતમાં દુર્ઘટનાનો મૃત્યુદર શુન્ય હોત



પુજા કરવાથી વ્યાપાર, ઉદ્યોગ ધંધામાં બરકત આવતી હોત તો બધા સફળ વ્યાપારી ને ઉદ્યોગપતિ હોત



મોટા મોટા બાવાઓની પાસે જવાથી દુખોનું નિવારણ થઇ જતુ હોત તો તે બધા બાવાઓના ભકતો સુખી હોત



કુંડળી મળી જવાથી પતિ-પત્નિના મન મળી જતા હોત તો બધા એરેન્જ મેરેજ યશસ્વી થયા હોત.



હોમ-હવન-યજ્ઞ કરવાથી કોઇ ટીમ જીતી જતી હોત તો ભારત વિશ્વમાં કોઇ પણ રમત મા હાર પામી ન હોત.



જે દિવસે અને જે સમયે આપણો જનમ થયો તે દિવસ અને તે સમય આપણા માટે સારો જ છે. જન્મ લઇએ ત્યારે કોઇ દિવસ મુહુર્ત નથી જોવામાં આવતુ અને મરવા માટે પણ કોઇ મુહુર્ત નથી જોવામાં આવતુ તો પછી શુભ-મુહુર્તની પાછળ કેમ ભાગો છો.



શુભ મુહુર્તમાં જન્મેલ બાળક જ હંમેશા વૈજ્ઞાનિક, રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી કે ઉદ્યોગપતિ જ હોય શકે? જો તમારૂ મન નિર્મળ હશે અને પ્રયાસ કરવાની ક્ષમતા હશે તો તમે યશસ્વી થવા માટે કોઇ સમય કે મુહુર્ત રોકી નહીં શકે.



માટે આજથી અને અત્યારથી શુભ મુહુર્તના ચક્કરમાં પડયા વગર વૈજ્ઞાનિક વિચાર અપનાવો અને બીજાનો સમય બર્બાદ કર્યા વિના યશસ્વી બનો.



૩૩ કરોડ દેવી દેવતા ઘરમાં રાખવા છતાં પણ ભરોસો તાળા પર કેમ કરવામાં આવે છે એવુ કેમ? આજ કાલ દેવી દેવતાઓના મંદિર પણ વિજ્ઞાનના ભરોસે જ છે, નહીં તો આ સીસીટીવી કેમેરાની શી જરૂર હોય છે.



જો તમને ખોટુ લાગ્યુ હોય તો બે રોટલી વધારે ખાજો પણ સાચુ માનતા શીખો, સમજતા શીખો, સાદી ને સરળ સમજણ કેળવો અને અંધશ્રદ્ધા થી દૂર રહો