02/07/2020

સોનેરી નિયમો

યાદ રાખવા જેવા - સફળતા મેળવવાના સામાન્ય પણ સોનેરી નિયમો

નિરાશાની વાતો કરતી વ્યક્તિ પાસે વધુ વખત ઉભા રહેવુ નહીં.

-તબિયત ગમે તેટલી ખરાબ હોય પણ કોઇ પૂછે તો રોદણાં રડવા નહીં અને પહેલાં કરતાં ઘણુ સારું છે - તેમ જ કહેવુ.

-પાણી પણ લીજ્જતથી પીવું જાણે શરબત પીતા હોય.

-ભૂતકાળની ભવ્યતાની વાતો કોઇને સંભળાવવી નહીં.

-કોઇ ગપ્પા મારતો હોય તો તેને ઉતારી પાડવો કે ટોકવો નહિ પણ - મારી સમજણ કંઇક જુદી છે- તેમ કહેવું.

-શરીરની અંદર પ્રચંડ માનસિક શક્તિઓ રહેલી છે જે રોગો ઉપર ઝડપથી કાબૂ મેળવી લે છે તેને વિકસવાની તક આપવી.

-મોડી રાત સુધી કારણ વગર ગપ્પાં મારવાથી માનસિક તથા આર્થીક દરીદ્રતા આવે છે, એટલે સમયસર સુવાનો નિયમ રાખવો .

-મારુ નસીબ હવે જોરદાર થવાનું છે- તે આશા હંમેશાં જિવંત રાખવી.

-હા કે ના થી પતી શકે તેના લાંબા જવાબ ટાળવા.

-સંબંધો કામમાં આવશે તેવો ભરોસો રાખવો નહીં.

-દરેક વ્યક્તિના વખાણ કરવાની કોઇપણ તક જતી કરવી નહીં.

-કોઇનું પાણી પીવાનું થાય તો- તમારા ઘરનું પાણી બહુ સરસ -મીઠુ -ઠડું છે- તેમ આભારવશ બોલવું.

-દરેકને અંગત સમજીને વ્યવહાર કરવા નહીં.

-નુકશાન સહન કરવાની તથા પોતાનાને ખોવાની હંમેશા માનસિક તૈયારી સાથે જીવવું .