પીકનીક
વિમલ મોટી કંપની નો સી ઈ ઓ હતો ; ઓફિસ માં આજે ખાસ કોઈ કામ ના હતું , એને બેઠા બેઠા વિચાર આવ્યો કે ચાલ આજે બધા સ્કૂલના મિત્રોને યાદ કરીને શનિવારે પોતાના ફાર્મ પર બોલાવું ; ફટાફટ એને મોબાઈલ માં થી સ્કૂલના મિત્રોનું લિસ્ટ કાઢ્યું અને મેસેજ મૂકી દીધો . લગભગ ૨૦ જેટલા મિત્રો ભેગા થયા અને નક્કી કર્યું કે પોતાની સ્કૂલના જુના શિક્ષકો ને ભેગા કરીને એક દિવસની પીકનીક પર લઇ જઈએ , વિમલે આગેવાની લીધી અને ખુબ જેહમત થી બધા મિત્રોએ આશરે ૩૫ શિક્ષકો માંથી ૨૩ શિક્ષકોને શોધી કાઢ્યા અને દરેકને કહ્યું કે અમે ૨૦ જુના વિદ્યાર્થીઓ મળીને શિક્ષકોને પીકનીક પર લઇ જઈએ છીએ અને ૧૫ દિવસ પછીનો રવિવાર નક્કી કરવામાં આવ્યો અને બધા શિક્ષકોને સ્કૂલના કમ્પાઉન્ડ માં ભેગા કરવામાં આવ્યા ; રવિવાર આવ્યો અને સવારે ૮ વાગ્યે બધા મિત્રો દરેક શિક્ષકોને સ્કૂલ પર લઇ આવ્યા ; આશરે ૩૫ વર્ષ પછી શિક્ષકો એક બીજાને મળ્યા હતા . બધા ના ચેહરા ખીલી ઉઠ્યાં અને એક બીજાને મળીને પોતાની ખુશી વ્યક્ત કરતા હતા . સ્કૂલના પ્રાંગણ માં ખુરશીઓ ગોઠવાઈ હતી એની પર બધા કુંડાળું વાળીને બેસી ગયા અને જૂની વાતો યાદ કરવા લાગ્યા . થોડી વાર થઇ એટલે વિમલે કહ્યું " ચાલો સાહેબો , બસ રેડી છે ; શ્રી જોશી સાહેબે કહ્યું " બેટા એક વિનંતી છે ; આજે આખો દિવસ અમને સ્કૂલ પર જ રહેવા દે એવી વ્યવસ્થા ગોઠવી આપને ; આના થી સારું પીકનીક સ્થળ અમારા માટે કોઈ નથી ; વિમલે તાત્કાલિક સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબને ફોન કરીને રજા લઇ લીધી અને બસ વાળા ને પણ પૈસા આપીને છૂટો કરી દીધો . બધા મિત્રોએ મળીને સ્કૂલનો સેન્ટ્રલ હોલ ખોલી ને એમાં ખુરસીઓ ગોઠવી દીધી અને જમવાની વ્યવસ્થા માં લાગી ગયા . બધા શિક્ષકો ખુશી ખુશી સેન્ટ્રલ હોલ માં ગોઠવાઈ ગયા અને પોતાની જૂની દુનિયામાં ખોવાઈ ગયા . બધાએ લંચ લઇ લીધું અને ફરીથી વાતોએ વળગી ગયા . એમની પાસે જાણે વાતોનો ભંડાર હોય તેમ અવિરત સાંજ સુધી વાતો કરતા રહ્યા અને બધા મિત્રો પણ સ્કૂલના તમામ ખૂણાઓ ફરી વળ્યાં અને યાદો તાજી કરી . રાત પડી એટલે બધા શિક્ષકોને ડિનર કરાવીને પાછા સ્કૂલના કમ્પાઉન્ડમાં ભેગા કર્યા . શ્રી જોશી સાહેબ ઉભા થયા અને કહ્યું કે મારે કઈંક કેહવું છે , તમે બધા અહિંયા પાસે આવી જાઓ ; ભીના અવાજે જોશી સાહેબે કહ્યું " વહાલા વિદ્યાર્થીઓ ; આજનો દિવસ અમારી જિંદગીનો શ્રેષ્ઠ દિન છે , અમે આપેલી તમામ શીખ અને શિક્ષા તમે લોકોએ આપણી સ્કૂલમાઁજ વગર પરીક્ષાએ પાસ કરી લીધી છે અને અમે બધા શિક્ષકોએ તમને દિલ થી દુઆઓ આપી છે જે જરૂરથી અસર કરશે . આજે તમે લોકો અમારા શિક્ષક હતા અને અમે તમારા બાળકો હતા જેમને એક દિવસની અદભૂત પીકનીક કરાવી . બધા મિત્રોએ તાળીના ગડગડાટ થી શિક્ષકોને વધાવી લીધા અને કહ્યું કે હવેથી દરેક વર્ષે આવી પીકનીક નું આયોજન કરીશું ; શિક્ષકો ની આંખમાં હર્ષના અશ્રુઓ આવી ગયા અને એકબીજાને " આવજો " કહીને છુટા પડ્યા .
આસીમ !!