29/05/2018

કુંજ મા વસંત

પાનખરમાં વસંતની કવિતા,

મલ્હાર વગડાંની ગોદમાં.
ગઝલના શબ્દો પ્રભાત,
મધમધતા પુષ્પો છાબમાં.
સંવેદના વિસ્તરી ઊરમાં,
પ્રકૃતિમાં ખીલી બહાર.
મહેકતો ગુલઝાર આખો,
સ્પંદનો ધબકે જિગરમાં.
સહિયરના સંગમા શબ્દો,
વિસ્તરતો સમય જામમાં.
તરંગોના વમળમાં રમાડે,
જિંદગીના દાવને સજાવે.
શૃંગારની સફરમાં ઉદમ,
'નિશીથ' શ્વાસમાં ધડકન.
ચૌધરી નારસિંગ આર.
(માંડવી, જી.સુરત)