રણમાં જ મૃગજળ પીવા મળે છે.
માનવી માં જ માનવતાની
ઉણપ મળે છે.
પ્રેમમાં જ નફરત મળે છે.
નિસ્વાર્થ માં જ સ્વાર્થના
ખાબોચિયા ભરેલા જોવા મળે છે.
મંજીલ સુધી પહોંચાડતી
કેડીમાં જ ભટકેલા પગરવ મળે છે.
કાદવ માં જ કમળ ખીલતા મળે છે.
હસતા ચહેરા જ એકલતામાં
રડતા મળે છે.
ખોટી વાહ.... વાહ....
માં જ 'શ્યામ' તને મજા મળે છે.