24/11/2016

સપના

સપના જોવી સારી વાત છે, પરંતુ સપનાઓને પૂરાં કરવા માટે ઊંઘ ગુમાવવી પડે છે. સમસ્યાઓ, બાધાઓ અને અભાવ કોના જીવનમાં નથી હોતા. કેટલાંક લોકો બન્યાં-બનાવેલાં રસ્તાઓ પર ચાલતાં હોવા છતાં પણ ભયભીત થાય છે, તો કેટલાંક લોકો પોતાના માટે ખુદ રસ્તો તૈયાર કરે છે.

કંઈક અલગ કરવાની જિજીવિષા જ સમસ્યાઓથી લડવા અને નવા રસ્તા બનાવવાનું સાહસ પેદા કરે છે, આ જ સાહસ નવી વિચારસરણીને જન્મ આપે છે. જેણે સમસ્યાઓ, બાધાઓ અને અભાવોથી લડવાનું શીખી લીધું, એના માટે દરેક દિશામાં સફળતાઓનાં દ્વાર ખુલ્લાં રહે છે. બસ તમારી આંતરિક શક્તિ અને દૃઢ ઇચ્છા પ્રબળ હોવી જોઈએ.

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે પોતાના જીવન સંચાલન, કાર્યો અને ખાસ કાર્યશૈલીથી એક સાધારણ-એવા પરિવારના પગથિયાથી દેશના સર્વોચ્ચ પદ સુધીની સફર નક્કી કરીને લોકપ્રિયતા પ્રાપ્ત કરી. એમના જ જીવન ચાલનથી પ્રેરિત થઈને ડૉ. રમેશ પોખરિયાલ 'નિશંક' દ્વારા એમના સુવિચારો અને સંદેશાઓ પર આધારિત આ પુસ્તક ખાસ કરીને યુવાનો અને એ લોકો માટે લખવામાં આવી છે, જેમને પોતાના સપના સાકાર કરવા માટે બાધાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આનાથી પહેલાં ડૉ. રમેશ પોખરિયાલ 'નિશંક' દ્વારા લિખિત પુસ્તકો 'સફળતાના અચૂક મંત્ર' તથા 'ભાગ્ય પર નહીં પરિશ્રમ પર વિશ્વાસ કરો' વાચકોમાં અત્યંત લોકપ્રિય થઈ છે. આ જ શ્રૃંખલાની આ પુસ્તક વાંચીને તમે નિશ્ચિત રૃપથી ઊર્જાથી ભરાઈ ઊઠશો.